ડાળ પરથી

ફળ, ફૂલ, પાન, ટહુકા, ગાયબ છે ડાળ પરથી ;
શું શું ન લઈ ગયો એક પથ્થર આ ઝાડ પરથી ?

ઝરણું નીચે ઉતરતાં ગંગા બની ગયું છે ,
આ જોઈ ઝાંઝવા પણ કૂદ્યા પહાડ પરથી

કોઇ બ્હાર જઈ પ્રતીક્ષાના કાનમાં પૂછો ને ,
તોરણ ખરી ગયા છે શાને કમાડ પરથી ?

ઇચ્છાના અશ્વની હું કાયમ લગામ ખેંચું ,
ગાડું ગબડતું તો પણ મનગમતા ઢાળ પરથી

મસ્તક જરા હૃદયની ભીંતો ઉપર મૂક્યું તો ,
ચિચિયારીઓ સુણી મેં એક એક તિરાડ પરથી

ફૂલોની પીઠ ઉપર પર્વત સવાર થઈ ગ્યો ,
દફતરનો શ્રાપ ક્યારે ઉઠશે નિશાળ પરથી ?

પરિણામ ક્યાંક અઘરી લઈ બેસે ના કસોટી !
પડતું મુકે ન બાળક ઉપરના માળ પરથી !

એવી રીતે ઝડપથી જીવન વહી રહ્યું છે ,
કંકુ ખરી રહ્યું હો જાણે કપાળ પરથી .

કે ‘સ્પર્શ’ નહી ગઝલ તો એક માત્ર પ્રેયસી છે ,
એથી બચાવું એને હર છેડછાડ પરથી

– મોહસીન મીર ‘સ્પર્શ’

Advertisements

9 thoughts on “ડાળ પરથી

 1. Waah.. kyaa baat hai.
  ફૂલોની પીઠ ઉપર પર્વત સવાર થઈ ગ્યો ,
  દફતરનો શ્રાપ ક્યારે ઉઠશે નિશાળ પરથી ?

 2. વાહ નખશિખ મજાની ગઝલના મને સ્પર્શી ગયેલા શૅર

  ફૂલોની પીઠ ઉપર પર્વત સવાર થઈ ગ્યો ,
  દફતરનો શ્રાપ ક્યારે ઉઠશે નિશાળ પરથી ?

  એવી રીતે ઝડપથી જીવન વહી રહ્યું છે ,
  કંકુ ખરી રહ્યું હો જાણે કપાળ પરથી .

 3. મત્લા અને આ શે’ર સહુથી વાહ વાહ…!!

  ફૂલોની પીઠ ઉપર પર્વત સવાર થઈ ગ્યો ,
  દફતરનો શ્રાપ ક્યારે ઉઠશે નિશાળ પરથી ?
  બાકી આખી ગઝલ ઉમદા શે’રથી ભરી ભરી.. !!

 4. સરસ ગઝલ .ઝરણાનું ગંગામાં રૂપાંતર સરસ શેર .

 5. આખી રચના ખૂબ સરસ છે. બધા જ શેર લાજવાબ છે. અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s