કૂંપળ ફુટે

ઉગવાની જીદ રાખો, ભીંતપર કૂંપળ ફૂટે,
પ્યાસ ભીતર હોય તો પત્થર વચાળે જળ ફૂટે.

જીમમાં જઇ કોણ શિવાજી થયો રાણા થયો?
સીમમાં મહેનત કરો તો બાવડાંમાં બળ ફૂટે.

હોય ચહેરો સાવ ભોળો પણ હ્રદય ભોળું નથી,
એમની એકેક વાતોમાં, નયનમાં છળ ફૂટે.

તારી યાદોના સુકા પર્ણો ખરે છે ચોતરફ,
એટલે વનમાં અચાનક કોઈ દાવાનળ ફૂટે.

બારમાસી ખેતી સમ જાહોજલાલી હોય છે,
આંખમાં જેની સદાયે દર્દના વાદળ ફૂટે.

એટલી મે’નત કરો બસ, એટલી મે’નત કરો.
કે હથેળીમાં સફળતા નું જ ગંગાજળ ફૂટે.

– રાકેશ સગર ‘સાગર’

Advertisements

11 thoughts on “કૂંપળ ફુટે

 1. Aakhi gazal majani.
  Kyaa baat.. kyaa baat..
  બારમાસી ખેતી સમ જાહોજલાલી હોય છે,
  આંખમાં જેની સદાયે દર્દના વાદળ ફુટે.

 2. સરસ ગઝલ .પણ’ ફૂટે ‘શબ્દ આ રીતે થશે.છંદ જાળવવા માટે કદાચ આ રીતે લખેલ હોય બની શકે.પ્રથમ શેર ખૂબ સુંદર .’સફળતાનું ‘સાથે લખાશે’.જીમમાં ‘ પણ આમ લખાશે’.બાવડામાં”વનમાં”હ્રદય ‘ વગેરે શબ્દો સુધારી લેવા.

  • સાચી વાત છે .. જોડણીની ભૂલો છે જે મારે જ મૂકતા પહેલા સુધારવી જોઈએ…
   મેં પણ cp જ કર્યું એ મારી ભૂલ… આભાર જીજ્ઞેશ વાળા 🙂

 3. દરેક શે’ર દમદાર થયા છે…

  આખી ગઝલ ગમી જાય એવી..

 4. પહેલો અને છેલ્લો શેર ખૂબ ગમ્યા. સરસ રચના.

 5. વાહ ! આનંદ થયો.આભાર કવિશ્રી .સરસ ગઝલ.

 6. વાહ દરેક શૅર માણવાલાયક

  મજાની ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s