શક્યતા

શ્વાસોની આસપાસ છે જીવનની શક્યતા,
જીવનની આસપાસ છે બંધનની શક્યતા.

શમણાં ભલે ને આંખની આ કેદમાં રહયાં,
શમણાંમાં હોય છે ઘણાં સર્જનની શક્યતા.

બેમાંથી એક પાત્ર જો સમજણ ઉછેરે તો,
નહીંવત રહે છે ત્યાં પછી અનબનની શક્યતા.

મનના છુપા ખૂણામાં પાળ્યો જો એક ચોર,
જીવનમાં વધતી હોય છે લાંછનની શક્યતા.

સંવેદનાનો છોડ ઉછેર્યો છે પ્રેમથી,
એથી વધે ને પાંગરે સ્પંદનની શક્યતા.

ભગવાનથી વધુ અગર નિષ્ઠા જો હોય તો,
ક્યારેક થાય ભક્તના પૂજનની શક્યતા .

‘આનંદ’ના વાદળો ચઢે તો માનજે ઓ દોસ્ત.!
વરસાદમાંય હોય છે કંચનની શક્યતા.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

9 thoughts on “શક્યતા

  1. Very nice gazal. Nice Radif. Congratulations.
    સંવેદનાનો છોડ ઉછેર્યો છે પ્રેમથી,
    એથી વધે ને પાંગરે સ્પંદનની શક્યતા.

  2. વાહ ! આખી ગઝલ ચોટદાર .પ્રથમ શેર વારંવાર વાંચ્યો..ખૂબ ગમ્યું.અભિનંદન અશોકભાઈ જાની.

  3. બેમાંથી એક પાત્ર જો સમજણ ઉછેરે તો,
    નહિવતરહે છે ત્યારથી અનબનની શક્યતા.

    હમેશની જેમ સુંદર રચના.

  4. વાહ કાબિલે-એ-દાદ ગઝલ
    દરેક શૅર મજાના

    શમણાં ભલે ને આંખની આ કેદમાં રહયાં,
    શમણાંમાં હોય છે ઘણાં સર્જનની શક્યતા.

    ક્યા બાત !!!

  5. Nice gazal.
    Very good.
    શમણાંમાં હોય છે ઘણાં સર્જનની શક્યતા.

  6. Very good.
    શમણાંમાં હોય છે ઘણાં સર્જનની શક્યતા.

  7. સરસ મજાની ગઝલ.
    વાહ!👌
    સંવેદનાનો છોડ ઉછેર્યો છે પ્રેમથી,
    એથી વધે ને પાંગરે સ્પંદનની શક્યતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s