થવા દે!

તાળું મારી રૂપિયા ભેગા લાખ થવા દે!
સપના તારા તું ચૂલામાં રાખ થવા દે!

માયા આપોઆપ બધાની છૂટી જાશે;
ઊંડે ઊંડે સઘળી ઇચ્છા ખાખ થવા દે!

ધૂણો નાખી જાગું છું, વરસોથી અંદર;
હળવે હળવે બંધ અમારી આંખ થવા દે!

ખૂબ ગયો છું થાકી આ જંજાળ ઉપાડી;
ભાર વિહોણી પંખીની આ પાંખ થવા દે!

છાંયો કરશે ગઝલો તારી ઉપર મીઠો;
ખુદની અંદર કેવળ તું વૈશાખ થવા દે.

– જિજ્ઞેશ વાળા

Advertisements

10 thoughts on “થવા દે!

 1. Very nice gazal.
  ભાર વિહોણી પંખીની આ પાંખ થવા દે!
  Kya baat hai.

 2. વાહ સરસ ગઝલ

  માયા આપોઆપ બધાની છૂટી જાશે;
  ઊંડે ઊંડે સઘળી ઇચ્છા ખાખ થવા દે!

  ઉપરોક્ત શૅરમાં જિંદગીની વાસ્તવિકતા સરસ રીતે આલેખી

  • ખૂબ ખૂબ આભાર જૈમિન ઠક્કર ‘પથિક’ આપશ્રીનો.

 3. બધાં જ શેર મનનીય થયા છે.. પણ આ વધારે ભાવ્યો

  ધૂણો નાખી જાગું છું, વરસોથી અંદર;
  હળવે હળવે બંધ અમારી આંખ થવા દે!.. અંદરથી જાગવાની વાત ગમી ગઈ.. !!

  ઉમદા ગઝલ

  • ખૂબ ખૂબ આભાર અશોકભાઈ જાની . આપનો પ્રતિભાવ વાંચી આનંદ થયો.

 4. સરસ રચના.

  પહેલા તો મત્લા ગમ્યો કદાચ પૈસા જોઈતા હોય તો પોતાના સ્વપ્નાને હોમવા પડે.

  ધૂણો નાંખી જાગું છું, વરસોથી અંદર;
  હળવે હળવે બંધ અમારી આંખ થવા દે !

  સરસ અર્થગંભીર શેર.

  તો વળી,

  ભાર વિહોણી પંખીની પાંખ થવા દે !

  આ શેર પણ ગમ્યો. અથથી ઈતિ સંપૂર્ણ સુંદર ગઝલ.

  • ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ,આપશ્રીનો.
   આનંદ થયો.☺☺

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s