લખીને રાખજો

સૂકા-નપાણા થઇ જશે આ તળ, લખીને રાખજો,
ધરતી પછી ના આપશે કૈં જળ, લખીને રાખજો.

રણમાં કદી અણસાર લાગે નીરનો જો આપને,
જો જો હશે ના નીર, બસ મૃગજળ, લખીને રાખજો.

છે કર્મનો સિધ્ધાંત આ કૈં કેટલાંયે વર્ષનો,
મહેનત કરો ત્યારે મળે છે ફળ, લખીને રાખજો.

ના ચાલશે કંઇ બળ તમારું હર જગા ના હર ઘડી,
છેલ્લે બચાવી જાય એ છે કળ, લખીને રાખજો.

સરકી જશે ગફલત થશે તો, સાવધાની રાખજો,
ક્યારેય નહીં આવે પરત એ પળ, લખીને રાખજો.

જો જો, થવાનું કૈં હશે તો એ થશે તકદીરમાં,
ના કામ આવે કોઇ પણ અટકળ, લખીને રાખજો.

છો લાખ માથાંયે પછાડે તું, અચળ રહેશે લખ્યું,
બદલે કદી ના શિરના એ સળ, લખીને રાખજો.

– રાકેશ ઠક્કર

Advertisements

14 thoughts on “લખીને રાખજો

 1. સુંદર ગઝલ.
  ક્યા બાત હૈ!
  છો લાખ માથાંયે પછાડે તું, અચળ રહેશે લખ્યું,
  બદલે કદી ના શિરના એ સળ, લખીને રાખજો.
  લલાટે લખ્યા લેખ અફર રહે છે!

 2. વાહ સુંદર ગઝલ

  દરેક શૅર મજાના

 3. વાહ રાકેશ….. એક એક મત્લા સરસ છે…. હાર્દિક અભિનંદન!💐

 4. ખૂબ સુંદર ગઝલ છે.આખી ગઝલ ધ્યાનથી વાંચી, રદીફની પસંદગી કવિશ્રીઅે સરસ કરી તો તેની સાથે જ ગઝલ ખૂબ વિચારીને લખાયેલ.’ ના કામ આવે છે કોઇ પણ અટળ’માં” ના કામ આવે કોઇ પણ અટકળ’અેમ લખશો તો છંદ દોષ નહીં થાય. ‘છે ‘ કાઢી નાખો.બંધારણ જળવાય રહેશે.બીજો કોઇ દોષ નથી.ખૂબ ખૂબ અભિનંદન કવિશ્રીને…

  • મને લાગે છે કે છંદ બાબત ખૂબ સજાગ રાકેશભાઈથી ભૂલમાં એક ગુરુ વધારે લેવાઈ ગયો હશે.. જિજ્ઞેશભાઈના સૂચન મુજબ મેં
   જ અધિકારપૂર્વક એ સુધારો કરી દીધો છે.. 🙂 રાકેશભાઈ એમાં સહમત થશે જ એમ માનીને..

 5. નવતર રદીફના સુંદર ઉપયોગ સાથે લખાયેલી અર્થસભર ગઝલ..

  બધા જ શે’ર ગમ્યા..

 6. ક્યા બાત હૈ!
  સૂકા-નપાણા થઇ જશે આ તળ, લખીને રાખજો,
  ધરતી પછી ના આપશે કૈં જળ, લખીને રાખજો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s