બાકી છે હજુ

સૂર્યમાં ભીનાશ બાકી છે હજુ,
છેક ઊંડે પ્યાસ બાકી છે હજુ.

વન બળીને રાખ જેવુ થઈ ગયું,
હું હતો ત્યાં ઘાસ બાકી છે હજુ.

રેડ જલ્દી જલગઝલ મ્હોંમાં જરા,
સાવ છેલ્લા શ્વાસ બાકી છે હજુ.

રોજ મળનારા બધાં આવી ગયાં,
એક માણસ ખાસ બાકી છે હજુ.

આખરે પહોંચી જઈશ તારા સુધી,
આખરી પ્રયાસ બાકી છે હજુ.

– ત્રિલોક મહેતા

Advertisements

11 thoughts on “બાકી છે હજુ

  1. Saras gazal.
    આખરે પહોંચી જઈશ તારા સુધી,
    આખરી પ્રયાસ બાકી છે હજુ.

  2. વાહ સરસ ગઝલ.સૂર્ય સાથે પ્યાસનો સંદર્ભ ગમ્યો.આખી ગઝલ ગમી.પણ’ આખરે પહોંચી જઈશ તારા સુધી’.માં છંદ દોષ જણાય છે.
    આખરે પહોંચી જઈશ તારા સુધી.
    ગાલગાગા ગાલગાલ ગાગા લગા
    ગાલગાગા ગાલગાગા ગાલગા.થવું જોઈઅે.
    પહોંચીમાં શબ્દમાં પણ’ પ’નુંઉચ્ચારણ વધારે લાગ્યું.અેવું મારું માનવું છે.

    • ‘આખરે આવી જઇશ તારા સુધી’.અેવું લખી શકાય.

      • અહીં પહોંચીમાં ‘પ’ને અડધો ઉચ્ચારવાનો છે … કોમ્પ્યુટર ટાઇપિંગની કેટલીક મર્યાદાને
        કારણે એ રીતે લખી શકાતું નથી P અને h સાથે લખવામાં ‘ફ’ ટાઈપ થાય છે .. હા ‘પ્રયાસ’માં તમારી વાત
        સાચી છે ઉચ્ચારણ પ્રમાણે પ્રયાસ = લગાલ થાય.. હા…… આયાસ કરી શકાય

      • એ તો હવે કવિએ નક્કી કરવાનું… એમણે આ ટિપ્પણી જોઈ છે કે નહીં
        એ પણ ખબર નથી.. કદાચ નહીં જ જોઈ હોય..

  3. આખરી પ્રયાસ બાકી છે હજુ
    ગાલગાલ ગાલગાગા ગાલગા
    પ્રયાસ- પ્ર- લઘુ ગણાયછે.

  4. રેડ જલ્દી જલગઝલ મ્હોંમાં જરા,
    સાવ છેલ્લા શ્વાસ બાકી છે હજુ…….વાહ.. કવિ !! ખૂબ સુંદર ગઝલ..

  5. ખૂબ સરસ ગઝલ.૩ જો શેર ખૂબ અતિ સુંદર .વાહ વાહ અને વાહ

  6. રેડ જલદી જલગઝલ મહેમાન જરા,
    સાવ છેલ્લા શ્વાસ બાકી છે હજુ.

    તુલસી કે ગંગાજળની જગાએ ગઝલજળની માગણી … વાહ, ખૂબ સરસ.

  7. ‘મ્હોંમાં જરા’ લેશો ટાઇપ ભૂલથી મહેમાન થઈ ગયું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s