ઉતારો

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,
નહીં ’તો હરણને ન રણમાં ઉતારો.

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

તમારી નજર મેં ઉતારી લીધી છે,
તમે મારા પરથી નજર ના ઉતારો.

આ પર્વતના માથે છે ઝરણાનાં બેડાં,
જરા સાચવી એને હેઠાં ઉતારો.

ફૂલો માંદગીનાં બિછાને પડ્યાં છે,
બગીચામાં થોડાક ભમરા ઉતારો.

ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો.

– ગૌરાંગ ઠાકર

Advertisements

5 thoughts on “ઉતારો

  1. વાહ શુભ સવાર.સુંદર ગઝલથી.બધા જ શેર ગમ્યા.બીજો શેર અને છેલ્લો શેર વધારે ગમ્યા.ભીતરમાં જોવાની વાત આહ્લાદક .
    પગરખા નહીં પણ અભરખા ઉતારો, ઉત્તમ .
    છંદ દોષ બિલકુલ નહીં .ગમ્યું.

  2. Waah. Saras gazal.
    હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
    પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

  3. વાહ ગૌરાંગભાઈની જાણીતી ગઝલનો જાણીતો અને મજાનો શૅર

    હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
    પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

    બહુત ખૂબ

  4. ગૌરાંગભાઈની ખૂબ જાણીતી અને માનીતી ગઝલ.. !!

    આઝાદ કાફિયામાં લખાયેલી આ ગઝલના દરેક શે’ર ઉત્કૃષ્ટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s