ક્ષણને ચાળું

ઉંઘ ન આવે ક્ષણને ચાળું,
ખુલ્લી આંખમાં શમણાં પાળું..!!

ક્યાં લગ અંધી દોટ મૂકું હું..?
ડાબલા પહેરી કોને ભાળું..!?

દોડ છતાં હું ત્યાંનો ત્યાં છું,
પગમાં ફિરકાઓનું જાળું.

મેં જ મને પૂર્યો છે જેલે,
અંદરથી વાખ્યું છે તાળું.

ઢાલ નથી ને બખ્તર પણ ક્યાં ?
કેમ કરી હું તીરો ખાળું..!?

અંદર ચોર છુપાયો તેથી,
દર્પણ જોવાનું હું ટાળું.

સાવ ઉધારે ‘આનંદ’ લેવા,
કજિયાનું મ્હોં કરવું કાળું.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

8 thoughts on “ક્ષણને ચાળું

  1. Sunder gazal.
    અંદર ચોર છુપાયો તેથી,
    દર્પણ જોવાનું હું ટાળું.
    Nice…

  2. સરસ ગઝલ અશોકભાઈ.બધા જ શેરદમદાર.
    દોટ છતાં હું ત્યાંનો ત્યાં છું ;
    પગમાં ફિરકાઅોનું જાળું.
    મસ્ત મસ્ત શેર..
    તો સાથે..
    મેં જ મને પૂર્યો છે અંદર….
    વાહ..કવિ
    છંદ દોષમાં ડાબલા શબ્દનું ગાલગા થશે.આઠ ગા બંધારણ મુજબ યોગ્ય.માત્ર ડાબલા શબ્દને છોડતા.

    • ડાબ્લા ઉચ્ચારી શકાય અને ગાગા વજન ગણી શકાય.. ક્યારેક તમે સહજતાથી ઉચ્ચારી શકતા હો ત્યારે લઘુનો ગુરુ કે ગુરુનો લઘુ કરી શકાય..

      દા.ત. મારોનું વજન સામાન્યપણે ગાગા થાય છતાં તેને એક ગઝલમાં લલ તરીકે લીધું છે સમર્થ ગઝલકાર ગની દહીંવાળાએ..તેમની કામિલમાં લખાયેલી વિખ્યાત ગઝલ “દિવસો જુદાઈના જાય છે”ના સાની મિસરામાં મારો હાથ ઝા = લલગાલગા ગણ્યું છે અને એ રીતે સહજતાથી ઉચ્ચારી શકાય છે ..મૂળ વાત ઉચ્ચારણની છે 🙂

      • આભાર અશોકભાઇ આનંદ થયો.

  3. વાહ સુંદર ગઝલ, દરેક શૅર મજાના

    આ શૅર વધુ સ્પર્શી ગયો…..

    મેં જ મને પૂર્યો છે જેલે,
    અંદરથી વાખ્યું છે તાળું.

    ક્યા બાત !!!

  4. સરસ, ખૂબ સરસ લાંબી બહેરના ગઝલકાર ટૂંકી બહેરમાં યે બરાબર ચમક્યા છે.

    મેં જ મને પૂર્યો છે જેલે,
    અંતરથી વાખ્યું છે તાળું.

    અંદર ચોર છુપાયો તેથી,
    દર્પણ જોવાનું હું ટાળું.

    અંદર ઝાકવાની રીત સારી બહારને પણ ઝળકાવે.

  5. Kya baat hai…
    અંદર ચોર છુપાયો તેથી,
    દર્પણ જોવાનું હું ટાળું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s