જીરવાતો નથી

ભાગ્યશ્રીબા વાઘેલા આમ તો અછાંદસ કવિતા લખે છે,
જેમાંની થોડી આપણે ‘આસ્વાદ’ પર માણી છે. આજે તેમણે
પ્રથમવાર ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો છે. જે ખરેખર દિલને
સ્પર્શી જાય તેવી થઇ છે. થોડા છંદદોષને ક્ષમ્ય ગણી તેમની
ગઝલ માણશો અને તેમને પ્રોત્સાહન આપશો. ગઝલ –

વરસાદ છે, પણ ખાલીપો જીરવાતો નથી,
કદીય ન ઉઘડતો મૌન દરિયો સહેવાતો નથી.

વાત ન કર ફરી ફરી તું એના આવવાની,
અટકળોનો બંધ દરવાજો જોવાતો નથી.

કૂણા તડકાની જેમ હવામાં ફેલાઇ જવાય,
શતરંજનો એકલાથી દાવ ખેલાતો નથી.

આમ કયાં સુધી મૂંગા શબ્દોનો ખાટલો ઢાળું ?
તારી બંધ આંખોનો સહરા ખેડાતો નથી.

ક્યાં સુધી હું જાતને ભીતર ધરબી રાખું,
પીડા ભરેલો છે માંહયલો, જીરવાતો નથી.

– વાઘેલા ભાગ્યશ્રીબા

Advertisements

8 thoughts on “જીરવાતો નથી

  1. કલ્પનો અને અભિવ્યક્તિઓ સુંદર આવી છે

    ગઝલ સર્જનનો સરસ પ્રયાસ.. લખતા રહો.. !!

  2. ગઝલના ઘરેડ માળખાથી અલગ, રસાળ રચના ગમી.
    સરયૂ પરીખ

  3. પ્રથમ પ્રયત્ન ના લાગ્યો. સરસ ગઝલ અને સુંદર કલ્પનોથી ભરેલી અભિવ્યક્તિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s