અજૂબા

ખુશ્બૂ ભીની યાદ અજૂબા,
મન કરતું સંવાદ અજૂબા

તન-મન થાતું ગોકુલ-રાધા,
બંસી કેરા નાદ અજૂબા.

છાબ ભરીને લાવ્યો ટહુકા,
મોસમ તારા સાદ અજૂબા.

મેઘાલય પણ વિસ્મય પામે,
આંખોમાં વરસાદ અજૂબા.

કહો સમયને વેગ વધારે,
કોઈ કરે ફરિયાદ અજૂબા.

પ્રવીણ શાહ

Advertisements