ઝળહળી હશે

રાતે કતાર સપનાંની નીકળી હશે,
એકાંતમાં તું એ રીતે તો છળી હશે,

પર્વત ધરે કે હોઠો પર વાંસળી મૂકે,
ક્યારેક, ક્યાંક ચર્ચાઈ આંગળી હશે?!

તાજા ગુલાબને જોયું ને ત્યાં તો શક્ય છે,
ચૂંટવા હૃદયની ઈચ્છાઓ સળવળી હશે.

સામેથી આપ મળવા આવ્યાં ! થયું મને,
એકાદ હસ્તરેખા સાચ્ચે ફળી હશે.

થોડી ઘણી પીગળતી ગઈ લાગણી સહજ,
ત્યારે જ તો ગઝલ મારી ઝળહળી હશે !

કાગળ અજાણ કહે છે મારી જ વારતા,
લખનારે જિંદગીને ક્યાં સાંભળી હશે?!

રસ્તે ધરાર પણ અટક્યો ના ‘પથિક’ હું તો,
મંઝિલ સુધી ઘણીયે ઠોકર મળી હશે !

– જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements

9 thoughts on “ઝળહળી હશે

 1. Waah Pathik
  Badha sher saras…
  Pan aa be sher shej vadhare gamya…

  તાજા ગુલાબને જોયું ને ત્યાં તો શક્ય છે,
  ચૂંટવા હૃદયની ઈચ્છાઓ સળવળી હશે.

  સામેથી આપ મળવા આવ્યાં ! થયું મને,
  એકાદ હસ્તરેખા સાચ્ચે ફળી હશે.

 2. waah.
  સામેથી આપ મળવા આવ્યાં ! થયું મને,
  એકાદ હસ્તરેખા સાચ્ચે ફળી હશે.

 3. બહોત ખૂબ!💐
  થોડી ઘણી પીગળતી ગઈ લાગણી સહજ,
  ત્યારે જ તો ગઝલ મારી ઝળહળી હશે !

 4. દરેક શેર માં જાણે નવું જીવન રેડાયું હોય.કાગળ અજાણ કહે છે મારી,જ વારતા,લખનારે જિંદગીને કયાં સાંભળી હશે?-અતિ સુંદર

 5. પ્રોત્સાહન આપવા બદલ દરેક ગુરૂજન તેમજ મિત્રોનો સહૃદય આભારી છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s