પ્રશ્ન મોટો

ભીંતને રાખી જિગરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?
આપણા ખુદના જ ઘરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

આપણે તો છાંયડા નીચે તરત આવી જવાના;
પાંદડાને પાનખરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

અેક પણ રસ્તો, ગલી કે ઘર નથી કોરા રહેલા;
ખૂનથી લથબથ નગરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

ભીંતની માફક ચરણ ચોંટી ગયા છે, ધૂળ અંદર ;
લાશને મૂકી કબરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

આ ગઝલમાં વેદનાઅો બોલવાનું થાય છે મન;
માૈન થઇને જીવતરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

– જિજ્ઞેશ વાળા

Advertisements