પ્રશ્ન મોટો

ભીંતને રાખી જિગરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?
આપણા ખુદના જ ઘરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

આપણે તો છાંયડા નીચે તરત આવી જવાના;
પાંદડાને પાનખરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

અેક પણ રસ્તો, ગલી કે ઘર નથી કોરા રહેલા;
ખૂનથી લથબથ નગરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

ભીંતની માફક ચરણ ચોંટી ગયા છે, ધૂળ અંદર ;
લાશને મૂકી કબરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

આ ગઝલમાં વેદનાઅો બોલવાનું થાય છે મન;
માૈન થઇને જીવતરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

– જિજ્ઞેશ વાળા

Advertisements

12 thoughts on “પ્રશ્ન મોટો

 1. Kya baat hai..ક્યાં જવું અે પ્રશ્ન મોટો?
  આ ગઝલમાં વેદનાઅો બોલવાનું થાય છે મન;
  માૈન થઇને જીવતરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?

 2. ભીંતની માફક ચરણ ચોંટી ગયા છે, ધૂળ અંદર ;
  લાશને મૂકી કબરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો?
  વાહહહ ક્યા બાત ખૂબ જ સુંદર રજુઆત
  માણસને સનાતન મૂઝવતો પ્રશ્ન કયાં જવું ?નો
  પ્રત્યેક શેર ઉમદા વાહ ભાઇ વાહ

 3. સુંદર મત્લા અને આ શે’ર વિશેષ ભાવ્યો.. !!!

  આપણે તો છાંયડા નીચે તરત આવી જવાના;
  પાંદડાને પાનખરમાં ક્યાં જવું અે પ્રશ્ન મોટો? …. વાહ !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s