યાદ લઈને નીકળ્યો

મીઠી મીઠી યાદ લઈને નીકળ્યો,
કાયમી ફરિયાદ લઇને નીકળ્યો.

પ્રેમ ભીની લઇ ગઝલ આવો તમે,
હું હ્રદયની દાદ લઇને નીકળ્યો.

આ જગત કેવળ બધીરોનું હતું,
ને જુઓ હું સાદ લઈને નીકળ્યો.

કોણ એના જેટલું સુંદર હશે ?
હાથમાં હું ચાંદ લઈને નીકળ્યો.

કોણ કાનો, ક્યાં છે ગોકુલ, શું ખબર,
વાંસળીના નાદ લઈને નીકળ્યો.

રાકેશ ઠક્કર  

Advertisements

11 thoughts on “યાદ લઈને નીકળ્યો

  1. Very nice gazal..
    કોણ કાનો, ક્યાં છે ગોકુલ, શું ખબર,
    વાંસળીના નાદ લઈને નીકળ્યો.

  2. વાહ સુંદર ગઝલ

    દરેક શૅર મજાના

  3. વાહ કવિ! ક્યા બાત હૈ!
    પ્રેમ ભીની લઇ ગઝલ આવો તમે,
    હું હ્રદયની દાદ લઇને નીકળ્યો

  4. પ્રેમભીની લઈ ગઝલ આવો તમે,
    હું હ્દયની દાદ લઈને નીકળ્યો.

    સરસ રચના.

  5. waah..
    કોણ એના જેટલું સુંદર હશે ?
    હાથમાં હું ચાંદ લઈને નીકળ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s