ક્યાં જશો?

અજંપાના ખચાખચ વન લઈને ક્યાં જશો?
અને ભૂલું પડેલું મન લઈને ક્યાં જશો?

જવું છે તો વિચારો બે ઘડી સર્પો વિશે,
આ અંગેઅંગમાં ચંદન લઈને ક્યાં જશો?

વળાંકો ભયજનક,પથરાળ રસ્તા છે બધે,
તમારું કાચનું વાહન લઈને ક્યાં જશો?

થયું છે સાવ રદબાતલ હવે છોડો મમત,
ચલણમાં જે નથી એ ધન લઈને ક્યાં જશો?

મરશિયાં, બેસણાં ને ખરખરા છે ચોતરફ,
કહો, પીડા અને ક્રંદન લઈને ક્યાં જશો?

— પારુલ ખખ્ખર

Advertisements

9 thoughts on “ક્યાં જશો?

  1. Kya baat hai…
    જવું છે તો વિચારો બે ઘડી સર્પો વિશે,
    આ અંગેઅંગમાં ચંદન લઈને ક્યાં જશો?
    Nice gazal..

  2. થયું છે સાવ રદ બાતલ હવે છોડો મમત,
    ચલણમાં જે નથી એ ધન લઈને કયા જશો ?

    સરસ શેર અને સુંદર ગઝલ.

  3. વળાંકો ભયજનક,પથરાળ રસ્તા છે બધે,
    તમારું કાચનું વાહન લઈને ક્યાં જશો?….. વાહ ..

    ખૂબ સુંદર ગઝલ… !!

  4. વાહ મન ર્હદયને સ્પર્શી ગયું પારુલજી બહોત અચ્છે…

  5. વાહ મન ર્હદયને સ્પર્શી ગયું પારુલજી બહોત અચ્છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s