હતું તો હતું

ઉદાસીનું મંજર હતું તો હતું,
અને ખાલી સરવર હતું તો હતું.

ધજા ધોળી ફરકાવી શસ્ત્રો મૂક્યાં,
કદી યુધ્ધ ભીતર હતું તો હતું.

વિવશતા ઝરૂખાને બાઝી પડી,
નયન અશ્રુથી તર હતું તો હતું.

ભલે આજ ખંડેર દેખાય છે,
અહીં આપણું ઘર હતું તો હતું.

સમયને અમે સાચવી ના શક્યા,
મુકદ્દર સમયસર હતું તો હતું.

હવે સાવ વેરાન વેરાન છે,
હ્રદય પ્રેમથી તર હતું તો હતું.

છે ગુણધર્મ ‘નાદાન’ મહેકી જશે,
એનું હોવું અત્તર હતું તો હતું.

– દિનેશ ડોંગરે ‘નાદાન’

Advertisements

7 thoughts on “હતું તો હતું

  1. Saras gazal..
    ભલે આજ ખંડેર દેખાય છે,
    અહીં આપણું ઘર હતું તો હતું.

  2. વાહ નખ્શિખ સુંદર

    દરેક શૅર કાબિલ-એ-દાદ

  3. સમયને અમે સાચવી ના શક્યા,
    મુકદ્દર સમયસર હતું તો હતું.
    Top sher
    A very Nice Gazal , Sir.
    Excellent! !!!!!!!!!

  4. ટૂંકી બહારમાં સુંદર ગઝલ… !!

    એક એક શે’ર, સ્પર્શી જાય તેવા…

  5. વિવશતા ઝરૂખાને બાઝી પડી,
    નયન અશ્રુથી તર હતું તો હતું.

    વાહ..સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s