એવી ખબર થોડી જ હોય?

એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?

હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?

ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી ખબર થોડી જ હોય?

– અનિલ ચાવડા

Advertisements

6 thoughts on “એવી ખબર થોડી જ હોય?

 1. Waah Maja aavi Gai.
  જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી ખબર થોડી જ હોય?

 2. વાહ આખી ગઝલ મજાની છે

  મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
  આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

  યે બાત !!!

 3. હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
  એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

  ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
  જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી ખબર થોડી જ હોય?

  લાંબી બહેરમાં અનિલભાઈએ સરસ રજૂઆત કરી છે એમની નિજી સ્ટાઈલમાં. વાહ…

 4. દીર્ઘ બહારમાં ખૂબ જ અર્થપૂર્ણ ગઝલ… !!

  એક એક શે’ર મનનીય … !!

 5. આખી ગઝલ એટલી સરસ છે કે કશુ પણ કહેવું દ્વિધાભર્યુ છે. લાંબી બહરમાં ખૂબ જ સહજતાથી કહેવાયેલી ગઝલ. અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s