જેવું છે કશું

ગામમાં વરસાદ જેવું છે કશું,
ના હવે ફરિયાદ જેવું છે કશું.

ઝળહળી છે વીજ-રેખા આભમાં,
ના હવે અવસાદ જેવું છે કશું.

ટોડલે ટહૂકી રહ્યો છે મોરલો,
ભીતરે ઉન્માદ જેવું છે કશું.

ઊંબરે આવીને ઊભો,મેહુલા,
શું તને મરજાદ જેવું છે કશું?

શ્વાસમાં છે પીગળી માટી જરા,
જીભ ઉપર સ્વાદ જેવું છે કશું

એક તો આભે ને બીજો અંતરે,
એકધારા નાદ જેવું છે કશું.

રોમમાં પ્રસરી રહી ભીની મહેક,
ને પમરતી યાદ જેવું છે કશું.

– પરશુરામ ચૌહાણ

Advertisements

12 thoughts on “જેવું છે કશું

  1. સુંદર ગઝલ
    ટોડલે ટહૂકી રહ્યો છે મોરલો,
    ભીતરે ઉન્માદ જેવું છે કશું.

  2. મજાનો મત્લા અને આ શેર વિશેષ ગમ્યા…

    સુંદર ગઝલ… !! …

  3. આભાર આનંદ સાહેબ.

    વડોદરા મા દિવ્યભાસ્કર શરુ થયું ત્યારેે ૨૦૦૨ ની આસપાસ એમા એક પાદપૂર્તિ ગઝલ હરિફાઈ આવી હતી,
    “ગામમાં વરસાદ જેવું છે કશું”
    તે સમયની આ ગઝલ.

  4. વરસાદ જેવું ખરેખર અનુભવાય છે, ગઝલ વાંચીને.. સુંદર.. ક્યાંક રમેશભાઈ પણ યાદ આવી ગયા…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s