સ્વપ્ન વણાતું હોય છે

સ્વપ્ન આંખોમાં વણાતું હોય છે,
ભાગ્ય એ રીતે લખાતું હોય છે.

હળવે હાથે ઘા કરો એના ઉપર,
રણકી ઉઠે એ જ ધાતુ હોય છે.

મન ભલે કોઈ વાત માની લે છતાં,
આખરે તો મન મૂંઝાતું હોય છે.

આંગણું, ઘર, ઓસરી ખાલી હશે,
એક પંખી રોજ ગાતું હોય છે.

એક એક ડગલું તમે ભરતા રહો,
લાંબુ અંતર એમ કપાતું હોય છે.

પ્રવીણ શાહ

Advertisements

11 thoughts on “સ્વપ્ન વણાતું હોય છે

  1. Very nice gazal.
    આંગણું, ઘર, ઓસરી ખાલી હશે,
    એક પંખી રોજ ગાતું હોય છે.
    Bahu j saras…

  2. એક એક ડગલું તમે ભરતા રહો,
    લાંબુ અંતર એમ કપાતું હોય છે…. વાહ ખૂબ જ સુંદર… !!

    ઉમદા ગઝલ.. !!

  3. મત્લા અને બીજો શેર ઉત્તમ અને બીજા શેરો પણ કાબિલે-દાદ.

  4. વાહ નખશિખ સુંદર ગઝલનો કાબિલ-એ-દાદ મત્લા

  5. Waah..
    હળવે હાથે ઘા કરો એના ઉપર,
    રણકી ઉઠે એ જ ધાતુ હોય છે.

  6. બહુ સરસ ગઝલ.
    મન ભલે કોઈ વાત માની લે છતાં,
    આખરે તો મન મૂંઝાતું હોય છે.

  7. સરસ રચના હમેશની જેમ.

    હળવે હાથે ઘા કરો એના ઉપર,
    રણકી ઉઠે એ જ ધાતુ હોય છે.

    વાહ…

  8. khub saras. હળવે હાથે ઘા કરો એના ઉપર,
    રણકી ઉઠે , એજ ધાતુ હોય છે.મન ભલે કોઈ વાત માની લે છતા ,આખરે તો મન મૂંઝાતું હોય છે.
    એક પંખી રોજ ગાતું હોય છે. સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s