સરોવર નીકળ્યું

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું !

શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું !

પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું !

કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું !

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !

– શ્યામ સાધુ

Advertisements

6 thoughts on “સરોવર નીકળ્યું

 1. ઉત્તમ ગઝલો આપનાર ઓલિયા ગઝલકાર સ્વ.શ્યામ સાધુની જાણીતી સુંદર ગઝલ.

  કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
  અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું !

 2. કલ્પના વચ્ચે ન જાણે શું હશે ?
  અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું !

  જિંદગીના બોજને ઊંચકી લીધો,
  હા, મરણ સાચું સહોદર નીકળ્યું !

  સરસ રચના શ્રી શ્યામ સાધુજીની કલમે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s