ભડકો થયો

આગ ઠારી એટલે ભડકો થયો,
હું ય તિખારાં પછી ગણતો થયો.

સાવ છેડે આપણે ઊભા ભલે ,
તાર એનો તૂટતા રણકો થયો.

સૂર્ય ડૂબે એમ હું ડૂબ્યો છતાં,
ચો-તરફ કાં આટલો તડકો થયો.

ઓળખી લીધો મને મેં જ્યારથી,
સાવ ચોખ્ખા આયના ધરતો થયો.

મેં જ મારી આંગળી પકડી અને,
હું જ મારી ભીડથી અળગો થયો.

– વારિજ લુહાર

Advertisements

6 thoughts on “ભડકો થયો

 1. Sundar Gazal.
  ઓળખી લીધો મને મેં જ્યારથી,
  સાવ ચોખ્ખા આયના ધરતો થયો.

 2. સૂર્ય ડૂબે એમ હું ડૂબ્યો છતાં,
  ચો-તરફ કાં આટલો તડકો થયો…. વાહ કવિ.. મોજ આવી ગઈ..!!

  આખી ગઝલ ગમી

 3. નખશિખ મજાની ગઝલ

  મેં જ મારી આંગળી પકડી અને,
  હું જ મારી ભીડથી અળગો થયો.

  યે બાત !!!

 4. સૂર્ય ડૂબે એમ હું ડૂબ્યો છતાં,
  ચો-તરફ કાં આટલો તડકો થયો.

  ખૂબસૂરત શેર. અથથી ઈતિ સુંદર ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s