આવડી ગઈ!

તને જીતવાની શરત આવડી ગઈ,
મને હારવાની રમત આવડી ગઈ.

ઘણું મૌનમાં સ્પષ્ટ કીધાં કર્યું છે,
રસમ આકરી હરવખત આવડી ગઈ.

સમયની વિષમતા ન સ્પર્શી શકે છે,
સ્વયંની હવે માવજત આવડી ગઈ.

મને આંગળી યાદ આવી જ્યાં માની,
ભૂલેલી કવિતા તરત આવડી ગઈ!

પરીક્ષા કર્યા કર ભલે જિંદગી તું!
દુઆઓ ઘણી કારગત આવડી ગઈ.

– શૈલેન રાવલ

Advertisements

6 thoughts on “આવડી ગઈ!

  1. Nice
    ઘણું મૌનમાં સ્પષ્ટ કીધાં કર્યું છે,
    રસમ આકરી હરવખત આવડી ગઈ.

  2. સમયની વિષમતા ન સ્પર્શી શકે છે,
    સ્વયંની હવે માવજત આવડી ગઈ.

    મને આંગળી યાદ આવી જ્યાં માની,
    ભૂલેલી કવિતા તરત આવડી ગઈ!

    વાંકાનેરના ગઝલકાર મિત્ર શૈલેન્ભાઈની સુંદર ગઝલ.

  3. મને આંગળી યાદ આવી જ્યાં માની,
    ભૂલેલી કવિતા તરત આવડી ગઈ! … વાહ કવિ !!

    મજાની ગઝલ.. ! અમને પણ શીખવાડજો આ બધુ .. 🙂

  4. નવતર રદ્દીફ, મજાના કાફિયા

    આખી ગઝલ મજાની

  5. મને આંગળી યાદ આવી જયાં માની,
    ભૂલેલી કવિતા તરત આવડી ગઈ !

    પરીક્ષા કર્યા કર ભલે જિંદગી તું!
    દુઆઓ ઘણી કારગત આવડી ગઈ.

    સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s