નામ એનું

નામ એનું મેં સમય રાખ્યું હતું
નામ એનું મેં જખમ રાખ્યું હતું

જે સમયનો આશરો લઇ દે જખમ
નામ એનું મેં પ્રણય રાખ્યું હતું

શ્વાસ સાથે છે પ્રણય મૃત્યુ તક
નામ એનું મેં સફર રાખ્યું હતું

એ સફર માણ્યા કરી છે મેં સતત
નામ એનું મેં ધરવ રાખ્યું હતું

જોઈ પાલવ એ ધરવ રાખે નહીં
નામ એનું મેં પવન રાખ્યું હતું

‘કીર્તિ’નાં મસ્તિષ્કમાં ભમતો પવન
નામ એનું મેં ગરવ રાખ્યું હતું

– કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

9 thoughts on “નામ એનું

  1. ટૂંકી બહરમાં સુંદર સાંકળી ગઝલ.
    પ્રણય, સફર, ધરવ, પવન આ ચાર શબ્દોને પાંચ શેરમાં
    યથાર્થ રીતે સાંકળી લીધા છે. અને એક સુંદર ગઝલ બની છે.
    નામ એનું મેં સમય રાખ્યું હતું ….
    અને કમાલ તો જુઓ- આખી ગઝલમાં બે રદીફ છે.
    નામ એનું મેં- રદીફ મિસરાની શરૂઆતમાં અને
    રાખ્યું હતું- રદીફ મીસરાને અંતે. બાકી બચે છે ફક્ત એક શબ્દની જગ્યા.
    અને તે સ્થાન કાફીયાને આપ્યું છે. ગઝકારોને એક નવી ગાઇડ-લાઇન
    આપતી આબેહુબ ગઝલ… અભિનંદન કીર્તિકાન્તભાઈ….

    • ગઝલને યોગ્ય રીતે પ્રમાણવા બદલ આભારી છું, પ્રવીણભાઈ.

  2. Very nice gazal.
    સુંદર સાંકળી ગઝલ.
    શ્વાસ સાથે છે પ્રણય મૃત્યુ તક
    નામ એનું મેં સફર રાખ્યું હતું
    અભિનંદન કીર્તિકાન્તભાઈ….

  3. વાહ બે રદ્દીફમાં આખી મજાની ગઝલ

  4. નવતર ભાત પાડતી મજાની ગઝલ… !!

    દરેક શે’ર સારા થયા છે..

  5. ગઝલના પ્રેમી ન હોય તેને ગમી જાય તેવી ગઝલ.
    સરયૂ પરીખ

  6. સરસ સાંકળી ગઝલ. મત્લા ગમ્યો, જો કે મત્લાથી મક્તા સુધી એક સાંકળ સમી આખી ગઝલ માણવા લાયક થઈ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s