જોઈએ

મૌનમાં વ્યવહાર હોવો જોઈએ,
પ્રેમમાં ક્યાં કોઈ પડઘો જોઈએ?

ઢાંકણીમાં પાણી લઈ હું શું કરીશ?
ડૂબવા માટે તો દરિયો જોઈએ.

આ કળી પણ એમ ઉઘડશે નહીં,
ખીલવા માટે તો તડકો જોઈએ.

એ ખરે છે તો ય ચમકે છે સતત,
ખરતા તારાનેય મોભો જોઈએ.

માનવીની આકૃતિ બદલાઈ ગઈ,
ક્યાં પડ્યો છે ચાલ ગોબો જોઈએ.

રોજ થાકીને ઘરે આવ્યા પછી,
તારા ઘરનો એક ફેરો જોઈએ.

ખાલી નમણા ગાલ પર મોહી પડ્યા?
એની ઉપરનો તો ખાડો જોઈએ?

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

Advertisements

6 thoughts on “જોઈએ

  1. Saras gazal..
    માનવીની આકૃતિ બદલાઈ ગઈ,
    ક્યાં પડ્યો છે ચાલ ગોબો જોઈએ.

  2. વાહ નખશિખ સુંદર ગઝલ

    આ કળી પણ એમ ઉઘડશે નહીં,
    ખીલવા માટે તો તડકો જોઈએ.

    ક્યા બાત !!!

  3. માનવીની આકૃતિ બદલાઈ ગઈ,
    ક્યાં પડ્યો છે ચાલ ગોબો જોઈએ… સરસ વાત ,

    આખી ગઝલ સરસ થઈ છે .. !!

  4. ઢાંકણીમાં પાણી લઈ હું શું કરીશ ?
    ડૂબવા માટે તો દરિયો જોઈએ.

    માનવીની આકૃતિ બદલાઈ ગઈ,
    કયા પડ્યો છે ચાલ ગોબો જોઈએ.

    સુંદર રચના.

  5. ધન્યવાદ આપનો મિત્રો.. અને મારી ગઝલને આસ્વાદમાં મૂકવા બદલ ધન્યવાદ જાની સાહેબ… 🙏

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s