તો વાંક કોનો ?

શક્યતા જોઈ જરા દોડાય નહીં, તો વાંક કોનો?
એક તક તારાથી જો ઝડપાય નહીં, તો વાંક કોનો?

બારીએથી તું જુએ કે દ્વાર ખખડાવે છે સુખ, તોય –
બારણાંને ખોલવા તું જાય નહીં, તો વાંક કોનો?

રૂપરેખા જિંદગીની ખતમાં ઈશ્વર મોકલે પણ,
એ જ પરબીડિયું કદી ખોલાય નહીં, તો વાંક કોનો?

આયનાને એકધાર્યો હું સહજ જોયા કરું ને,
ખુદનો ચહેરો સહેજ પણ વંચાય નહીં, તો વાંક કોનો?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો,
આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

ખુદને તું કહે છે ‘પથિક’, ને ભીડ વચ્ચે તું જ ચાલે!,
આગવો ચીલો અગર ચીતરાય નહીં, તો વાંક કોનો?

-જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements

7 thoughts on “તો વાંક કોનો ?

 1. Khoob sunder gazal.
  રૂપરેખા જિંદગીની ખતમાં ઈશ્વર મોકલે પણ,
  એ જ પરબીડિયું કદી ખોલાય ના, તો વાંક કોનો?

 2. બારીએથી તું જુએ કે દ્વાર ખખડાવે છે સુખ, તોય –
  બારણાંને ખોલવા તું જાય ના, તો વાંક કોનો?.. સુંદર

  સારી ગઝલ… !! દરેક શે’ર ગમે એવા

 3. wah.. pathikbhai…. આગવો ચીલો અગર ચીતરાય ના, તો વાંક કોનો…. Kavi not in fault…

 4. આયનાને એકધાર્યો હું સહજ જોયા કરું ને,
  ખુદનો ચહેરો સહેજ પણ વંચાય ના, તો વાંક કોનો?

  વાંક કોનો?… રદીફ સરસ નિભાવ્યો છે ગઝલમાં જૈમિનભાઈ.
  ઉપરના શેરમાં સહેજની જગ્યાએ સતત પણ અસરકારક રહે.

 5. પ્રોત્સાહન આપવા બદલ દરેક મિત્ર તેમજ ગુરૂજનોનો સહૃદય આભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s