દરવાજે

દોસ્ત, તાળું ન વાસ દરવાજે;
આવશે કોઇ ખાસ દરવાજે.

મારા ઘરમાં પ્રકાશ છે, રહેશે;
હોય છો ને અમાસ દરવાજે.

કેમ ભડકે બળી ગયો ઉંબર;
જઇને પગલાં તપાસ દરવાજે.

એ હવાથી ન આમ ખૂલી જાય;
એ હશે આસપાસ દરવાજે.

વાટ જોતાં ખડેપગે છે બેઉ;
વ્રુદ્ધ આંખોના શ્વાસ દરવાજે.

– યોગેન્દુ જોષી ‘યોગ’

Advertisements

6 thoughts on “દરવાજે

 1. Waah! Sundar ! 🌞
  મારા ઘરમાં પ્રકાશ છે, રહેશે;
  હોય છો ને અમાસ દરવાજે.

 2. કેમ ભડકે બળી ગયો ઉંબર;
  જઇને પગલાં તપાસ દરવાજે.

  સરસ.

 3. વાહ સુંદર રદ્દીફમાં મજાની ગઝલ દરેક શૅર મજાના

 4. એ હવાથી ન આમ ખૂલી જાય;
  એ હશે આસપાસ દરવાજે…. વાહ, તગઝ્ઝુલથી ભર્યો ભર્યો શે’ર

  આખી ગઝલ સુદર થઈ છે..!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s