ક્યાં છે?

ભરઉનાળે રહે છલોછલ એ સરોવર ક્યાં છે?
ગામ કહેતાં ગર્વ લેતું એ ધરોહર ક્યાં છે?

આંખ છે, ક્યારેક ઉંચી થાય બંને વચ્ચે-
તો ય ઘરમાં પ્રેમથી રહેતા સહોદર ક્યાં છે?

યૌવનો કરતાં અડપલું સહેજ મસ્તી ચડતાં,
વાત જ્યાં છુપાઈ રહે એવા વૃકોદર ક્યાં છે?

ચોતરફ કર્કશ અવાજો ને તરજ તરડેલી,
કુંજ લહરી, મ્હોર મંજરી સુર મનોહર ક્યાં છે?

ટેરવા પર જ્ઞાન ટેકો શબ્દનો લઇ બેઠું,
પ્રશ્ન ચકરાવે ચડાવે એ અગોચર ક્યાં છે?

ખેડુ ફાલ્યાં દેશથી પરદેશના આંગણમાં,
હળ-બળદનાં ખેડથી રોપ્યાં ચરોતર ક્યાં છે?

‘કીર્તિ’ને ચલણી ગણીને વાપરે ગઝલોમાં,
અર્થ ગોઠે શબ્દને એવા બરોબર ક્યાં છે?

કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

8 thoughts on “ક્યાં છે?

  1. Khoob sunder gazal..
    Waah.
    ચોતરફ કર્કશ અવાજો ને તરજ તરડેલી,
    કુંજ લહરી, મ્હોર મંજરી સુર મનોહર ક્યાં છે?

  2. વાહ મજાના કાફિયામાં આખી ગઝલ કાબિલ-એ-દાદ

  3. આંખ છે, ક્યારેક ઉંચી થાય બંને વચ્ચે-
    તો ય ઘરમાં પ્રેમથી રહેતા સહોદર ક્યાં છે?… વાહ

    સરસ ગઝલ… !!

  4. હળ-બળદનાં ખેડથી રોપ્યાં ચરોતર ક્યાં છે?…. khub sundar gazal thai chhe, kirtikantbhai….

  5. ચોતરફ કર્કશ અવાજો ને તર્જ તરડેલી,
    કુંજ લહરી, મ્હોર મંજરી સુર મનોહર કયા છે ?

    કુંજ લહરી, મ્હોર મંજરી સુર મનોહર કયા છે?

    વાહ, કાન્તની યાદ આવી ગઈ સુંદર સંગીતમય પ્રાસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s