વિશ્વાસ છે

આ ક્ષણોની હાર પર વિશ્વાસ છે,
આગવી રફતાર પર વિશ્વાસ છે.

રોજની ઘટનાઓના સાક્ષી છીએ,
ધૈર્યના આધાર પર વિશ્વાસ છે.

કેટલી કંઇ આવશે મુશ્કેલીઓ,
ભીતરી એતબાર પર વિશ્વાસ છે.

દંભ, ઈર્ષ્યા, ડોળ કે ના રુક્ષતા,
સભ્યતા ને પ્યાર પર વિશ્વાસ છે.

જીવને આ જીર્ણ પહેરણ નહીં ગમે,
અમને તો ધબકાર પર વિશ્વાસ છે.

પ્રવીણ શાહ

Advertisements

9 thoughts on “વિશ્વાસ છે

 1. Very nice gazal.
  Very positive.
  દંભ, ઈર્ષ્યા, ડોળ કે ના રુક્ષતા,
  સભ્યતા ને પ્યાર પર વિશ્વાસ છે.

 2. જીવને આ જીર્ણ પહેરણ નહીં ગમે,
  અમને તો ધબકાર પર વિશ્વાસ છે.
  અદભૂત છે આ શેર…આખરે શ્વાસ જ મહત્વના છે.

  • By depicting confidence on self, new heights are achieved Pravinbhai, in each ushers with different
   ‘KALPANS’ wah….

 3. વાહ નખશિખ શુંદર ગઝલના દરેક શૅર લાજવાબ

 4. રોજની ઘટનાઓના સાક્ષી છીએ,
  ધૈર્યના આધાર પર વિશ્વાસ છે… વાહ પ્રવીણભાઈ !!

  સરસ ગઝલ !!

 5. દંભ, ઈર્ષ્યા, ડોળ કે ના રુક્ષતા,
  સભ્યતા ને પ્યાર પર વિશ્વાસ છે.

  જીવને આ જીર્ણ પહેરણ નહી ગમે,
  અમને તો ધબકાર પર વિશ્વાસ છે.

  વિશ્વાસ ને ખુમારીની ગઝલ.

 6. સરસ મજાની વાત..
  કેટલી કંઇ આવશે મુશ્કેલીઓ,
  ભીતરી એતબાર પર વિશ્વાસ છે.

 7. વાહ ! વિશ્વાસ છે .ખુમારીથી ભરપૂર છે આ ગઝલ વિશ્વાસ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s