પલળી ચારે તરફેથી

લથબથ તું વરસાદ ઓઢીને પલળી ચારે તરફેથી,
હાથ બળે છે કેવો જો ને..! સ્હેજ જરા બસ અડકેથી.

મનમોજીલો મેહુલિયો ને મનમોહક તું મહેબુબા,
બુંદે બુંદે ટપકે તારું રૂપ નશીલા અંગેથી.

ચોતરફે ભીનાશની હેલી, સાવ જ કોરું મન તારું,
જાણે કે આવીને ઊભી ધોમ ધખેલા તડકેથી.

મનગમતું છે તન તારું પણ ઉભડક હૈયું કેમ ધર્યું..?
મારા જેવા કંઈક રસિકજન નીરખે કાયમ પડખેથી.

જે દિવસે દોડી આવી તું વેલ થઈ વીંટળાઈ વળે,
બસ ત્યારે ‘આનંદ’નું હૈયું પગલું ચૂકે ધબકેથી.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

5 thoughts on “પલળી ચારે તરફેથી

 1. Waah! nice varsadi romantic gazal..!
  Nice Matla.
  લથબથ તું વરસાદ ઓઢીને પલળી ચારે તરફેથી,
  હાથ બળે છે કેવો જો ને..! સ્હેજ જરા બસ અડકેથી.

 2. ચોતરફે ભીનાશની હેલી, સાવ જ કોરું મન તારું,
  જાણે કે આવીને ઊભી ધોમ ધખેલા તડકેથી.
  વાહ! સરસ!

 3. ગીતના લયવાળી વરસાદી તગ્ઝુલ ગઝલ .

  જે દિવસે દોડી આવી તું વેલ થઈ વીંટળાઈ વળે,
  બસ ત્યારે ‘આનંદ ‘ નું હૈયું પગલું ચૂકે ધબકેથી.

  વાહ, સરસ રચના.

 4. વાહ વરસાદી ગઝલના દરેક શૅર ભીંજવી નાખે એવા

  સુંદર ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s