લગની

તું મને દેખે ના દેખે, ઓ ઈશ, ઊંચે આકાશે તુજને સજાઉં છું.
તારા ને મારા આ અણદેખ્યા દોરને, વીટીં વીંટાળી હરખાઉં છું.

છોને તું નોતરાં આપે ના આપે, હું સુરભિ આંગણિયે લહેરાઉં છું.
ચેતન સૂર સાજના, મંજુલ ઝંકારના, સ્પંદન ઝીલીને મલકાઉં છું.

શ્રાવણનાં ઝરમરિયા ઝારે ના ઝારે, હું ઝીણા ટીપાથી ભીંજાઉં છું.
હૈયાની હેલમાં, પ્રીત્યુના નીરમાં, હેતાળી છલછલ છલકાઉં છું.

પાછલી પરોઢમાં તું આવે ના આવે, ઑમ ટહૂકો કરીને જગાવું છું.
ઉર્જા આગોશમાં, દિલના દરબારમાં, તેજ તણા પુંજને ઝુલાવું છું.

અહં અસ્તિત્વની અજ્ઞાની આરસી પર લગનીની લાલી લગાવું છું.
ઝાકળ બનીને હું, અર્પણ સમર્પણ, સાદર આ મસ્તક નમાવું છું.

– સરયૂ પરીખ

Advertisements

10 thoughts on “લગની

  1. Saras gazal..
    પાછલી પરોઢમાં તું આવે ના આવે, ઑમ ટહૂકો કરીને જગાવું છું.
    ઉર્જા આગોશમાં, દિલના દરબારમાં, તેજ તણા પુંજને ઝુલાવું છું.

    • હકીકતમાં આ ગઝલ નહીં પણ ગઝલનુમાં કાવ્ય છે, રદીફ કાફિયા હોવા છતાં
      છંદની ખોટ છે..

  2. વાહ બેન, સુંદર રચના બની છે. પ્રવાહી અને
    પ્રભાવક.

  3. શ્રાવણનાં ઝરમરિયા ઝારે ના ઝારે, હું ઝીણા ટીપાથી ભીંજાઉં છું.
    હૈયાની હેલમાં, પ્રીત્યુના નીરમાં, હેતાળી છલછલ છલકાઉં છું… વાહ સુંદર

    સરસ રચનાં

  4. તમારા વિચારોને વાગોળી હું તો હરખાઉ છું!
    કલ્પનાની પાંખે વિહરીને હું તો મલકાઉ છું!

    સરસ કાવ્ય! ગમ્યું!!

  5. સરસ કાવ્ય.
    પ્રભુ માટેની ઉત્કટ તાલાવેલી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s