ક્યાં મળે?

આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?

ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે,
આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?

ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?

આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ,
ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?

યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા,
દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?

– યામિની ગૌરાંગ વ્યાસ

Advertisements

9 thoughts on “ક્યાં મળે?

 1. સરસ ગઝલ છે.’ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે’ વાહ અદ્ભુત .સરસ સરસ

 2. આખી ગઝલ દાદને પાત્ર છે.અભિનંદન.

 3. વાહ મખશિખ કાબિલ-એ-દાદ ગઝલ

  દરેક શૅર મજાના

 4. જાણીતા કવિયત્રી બહેનની ની ખૂબ જ કસાયેલી ગઝલ

  આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
  ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?

 5. સાંગોપાંગ સુંદર ગઝલ.. !!

  દરેક શે’ર માર્મિક અને ગમી જાય એવા…

 6. સરસ.
  ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?…વાહ!
  સરયૂ પરીખ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s