વરસાદમાં

પ્રેમ છે તો છે મજા વરસાદમાં,
જો નથી તો છે સજા વરસાદમાં.

મોજથી સૌને ડૂબાડે પ્રેમમાં,
કેટલાં કંઇ છે ગજા વરસાદમાં.

મસ્ત તોફાની હતી મોસમ અને,
થઇ હરખઘેલી પ્રજા વરસાદમાં.

બુંદની ભીનાશમાં રોમાંચ છે,
પ્રેમની ફરફર ધજા વરસાદમાં.

લ્હાવ આવો નહીં મળે ક્યારેય ‘જય’,
દિલ સદા આપે રજા વરસાદમાં.

– જયવદન વશી

Advertisements

7 thoughts on “વરસાદમાં

  1. Waah.
    મોજથી સૌને ડૂબાડે પ્રેમમાં,
    કેટલાં કંઇ છે ગજા વરસાદમાં.

  2. મોજથી સૌને ડૂબાડે પ્રેમમાં,
    કેટલાં કંઇ છે ગજા વરસાદમાં.

    મોજમાં પલાળતી ગઝલ.

  3. વાહ નખશિખ મજાની ગઝલ

    દરેક શૅર માણવાલાયક

  4. બુંદની ભીનાશમાં રોમાંચ છે,
    પ્રેમની ફરફર ધજા વરસાદમાં…ગઝલની ભીનાશમાં પલળી જવાયું…

    મસ્ત ગઝલ… વશી સાહેબ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s