અલવિદા

જવું છે, તો આ રાતને કહો અલવિદા,
સ્વપ્નની બારાતને કહો અલવિદા.

ધરતી તો શૃંગાર સજવા બેઠી છે,
ધુમ્મસી પરભાતને કહો અલવિદા.

આ લીલા ઘેઘૂર વડની છાંયમાં,
ધોમ ધખતા તાપને કહો અલવિદા.

આમ તો વિશ્વાસ છે એના ઉપર,
છે પવનની જાત- ને કહો અલવિદા.

રાતની ગંભીરતાને પોંખવા,
સાંજની સંઘાતને કહો અલવિદા.

પ્રવીણ શાહ

Advertisements

5 thoughts on “અલવિદા

 1. વાહ! ક્યા બાત હૈ!
  આમ તો વિશ્વાસ છે એના ઉપર,
  છે પવનની જાત- ને કહો અલવિદા.

 2. વાવ મજાની રદ્દીફમાં દરેક શૅર માણવાલાયક

 3. આમ તો વિશ્વાસ છે એના ઉપર,
  છે પવનની જાત- ને કહો અલવિદા.

  ‘અલવિદા’ રદીફ પર પ્રવીણભાઈની સુંદર ગઝલ.

 4. આમ તો વિશ્વાસ છે એના ઉપર,
  છે પવનની જાત- ને કહો અલવિદા.

  રાતની ગંભીરતાને પોંખવા,
  સાંજની સાથે સંઘાતને કહો અલવિદા.

  બહેાત ખૂબ.

 5. આ લીલા ઘેઘૂર વડની છાંયમાં,
  ધોમ ધખતા તાપને કહો અલવિદા…. વાહ, પ્રવીણભાઈ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s