ઘડાયો છું

જીવનભર હું અનુભવ લઈ ઘડાયો છું,
છતાં સમજાયું ના, ક્યાં છેતરાયો છું?

જગત સાથે ફ-ક્ત છે એટલું સગપણ,
પડ્યો ખપ, એ મુજબ ત્યાં વેતરાયો છું.

ઉઠાવે દુશ્મનો હથિયાર, ક્યાં ડર છે?,
સ્વજનના બોલથી હરપળ ઘવાયો છું.

કહું પણ કઈ રીતે કે આપ છો અંગત?
અહીં તો હું જ મારાથી પરાયો છું.

ગઝલ તો માત્ર નામ જ છે, કહું સાચું?
શબદ થઈ કાગળે ખુદ ‘હું’ લખાયો છું.

‘પથિક’ છું ને ખબર છે માર્ગની તોયે,
હું કોઈના ઈશારે દોરવાયો છું.

– જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements

7 thoughts on “ઘડાયો છું

 1. Bahot khoob..
  ઉઠાવે દુશ્મનો હથિયાર, ક્યાં ડર છે?,
  સ્વજનના બોલથી હરપળ ઘવાયો છું.
  Ek ek sher manniy

 2. અહીં તો હું જ મારાથી પરાયો છું…. wah pathikbhai… la jawab gazal… congrats…

 3. કહું પણ કઈ રીતે કે આપ છો અંગત?
  અહીં તો હું જ મારાથી પરાયો છું.

  સરસ ગઝલમાં સુંદર સ્વ-નિરીક્ષણ.

 4. ગઝલ તો માત્ર નામ જ છે, કહું સાચું?
  શબદ થઈ કાગળે ખુદ ‘હું’ લખાયો છું…. મજાની કેફિયત… !!

  આખી ગઝલ સુંદર થઈ છે..

 5. સમગ્રતયા સુંદર ગઝલ. મત્લાથી મક્તા સુધીના બધા જ શેર ગમ્યા.

 6. પ્રોત્સાહન આપવા બદલ દરેક ગુરૂજન તેમજ મિત્રોનો સહૃદય આભાર

 7. ગઝલ તો માત્ર નામ જ છે, કહું સાચું?
  શબદ થઈ કાગળે ખુદ ‘હું’ લખાયો છું.
  વાહ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s