વરસાદી મોસમ

મિત્રો..!!

કુશળ હશો.. !

આજે ‘આસ્વાદ’ નવ વર્ષ પૂરાં કરી દસમા વર્ષમાં પ્રવેશે છે એ માટે આપ સહુ
ભાવક અને કવિ મિત્રોનો અંત:કરણપૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ. આપ સહુના
સહકાર વિના આટલી દીર્ઘ યાત્રા ખેડવી અશક્ય જ ગણાય, સામે પક્ષે અમે પણ
રોજ એક નવી કાવ્ય રચના શોધી પ્રગટ કરવાનો ઉપક્રમ જાળવી રાખ્યો છે.

આજકાલ કાવ્યમાં સર્વ-સ્વીકૃત એવો ગઝલનો પ્રકાર વધુ ખેડાય છે, ગીત,
અછાંદસ કે અન્ય પ્રકારમાં નોંધનીય ખોટ વર્તાય છે તેથી અમે મૂકીએ છીએ
એ રચનાઓમાં ગઝલનું પ્રાધાન્ય રહે છે. ફેસબુક અને વોટ્સેપ જેવા અન્ય
‘સોશ્યલ મીડિયા’ને કારણે બ્લોગની લોકપ્રિયતામાં પણ ધટાડો વર્તાઇ રહ્યો છે
પણ અમે જબરદસ્તી પ્રતિભાવ ઉઘરાવી લેવામાં વિશ્વાસ નથી રાખતા. તેથી
આવે એટલા પ્રતિભાવોથી રાજી રહીએ છીએ.

આજે ‘આસ્વાદ’ના સ્થાપક સંચાલક કવિ શી પ્રવીણ શાહની આ મજાની કૃતિ
માણજો અને મન ભરી પ્રતિભાવ આપજો……

– પ્રવીણ શાહ
– અશોક જાની ‘આનંદ’

વરસાદી મોસમ

આમ ઘણું શરમાતી મોસમ,
તોય હતી મદમાતી મોસમ.

નાજુક પર્ણો, ખીલતી કળીઓ,
મન હી મન મલકાતી મોસમ.

જોઈ નદીઓ ધસમસતી જ્યાં,
મુગ્ધ થઇ મૂંઝાતી મોસમ.

ચો-દિશાઓ અનરાધારે,
નેવેથી વળખાતી મોસમ.

નામ કહો એ અલબેલીનું,
વન-ઉપવન છલકાતી મોસમ.

– પ્રવીણ શાહ

Advertisements

13 thoughts on “વરસાદી મોસમ

 1. Khoob Abhinandan ane dili shubhkamnao..
  Sundar rachna..
  જોઈ નદીઓ ધસમસતી જ્યાં,
  મુગ્ધ થઇ મૂંઝાતી મોસમ.

 2. ખૂબ ખૂબ અભિનંદન ‘આસ્વાદ’ તેમજ કવિ મિત્ર શ્રી પ્રવીણ શાહ સાહેબ અને અશોક જાની ‘આનંદ’ સાહેબને..

  આજની વરસાદી ગઝલમાં ભીંજાઈ ગયા.. બહુત ખૂબ

 3. વરસાદી મોસમની ભીની ભીની ગઝલ… !! વાહ પ્રવીણભાઈ,…

  ‘અસ્વાદ’ના નવમા વર્ષની પૂર્ણાહુતિ પર ખૂબ ખૂબ અભિનદન

 4. આસ્વાદે એના નામને સાર્થક કર્યું છે, ખૂબ ખૂબ અભિનંદન આસ્વાદને જન્મદિને.

  પ્રવીણભાઈ સુંદર, મધુરું ગીત. ગાવાનું મન થઈ જાય એવો લય છે.

 5. ગુર્જર કાવ્ય ધારા..આનંદનો પર્યાય – ને કાવ્ય યાત્રાનાં નવ વર્ષ,સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન.
  આદરણીય શ્રી પ્રવીણભાઇ શાહ અને કવિશ્રી અશોક જાની ‘આનંદ’
  આપ બન્નેની મહેનત, અને ગુર્જરી કવિતા પ્રત્યેની ભાવનાને ગઝલપૂર્વક વંદન.

 6. સહુ ભાવક અને કવિ મિત્રોનો હ્રદયપૂર્વક આભાર !!

 7. ‘આસ્વાદ’નું બદલાયેલું કલેવર સરસ.
  ‘આસ્વાદ’ના દસમા વર્ષમાં પ્રવેશ પ્રસંગે સ્થાપક કવિમિત્રશ્રી પ્રવીણભાઈ શાહ અને સંવર્ધક કવિમિત્રશ્રી અશોકભાઈ જાની ‘આનંદ’ને દિનેશ દેસાઈના હૃદયપૂર્વક અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s