આપતી નથી

માણું નિરાંત બે ઘડી તક આપતી નથી,
આ જિંદગી જરાયે મચક આપતી નથી.

ઘેરી વળી છે કેવી હવા ચારેકોર જે,
મુક્તિના શ્વાસ લેવાનો હક આપતી નથી.

પ્રગટે છે રોજે રોજ આ કેવી હવા જે,
ચેહરા ઉપર કોઈના ચમક આપતી નથી.

પડછાયા સાથ એકલા લડવાનું રાતદિન,
પાછળથી કોઈ તેના કુમક આપતી નથી.

જીવનની આ નિશાળના ધોરણનો પ્રશ્ન છે,
જે પાક્કો યાદ છે તે સબક આપતી નથી.

સઘળી દિશાઓ દૂરથી મંઝીલ બતાવતી,
ત્યાં પહોચવાની કોઈ સડક આપતી નથી.

તડકામાં આખું માથું ભલે ધોળું થાય પણ,
આ રાત એને સુર્યપદ્ક આપતી નથી.

‘આદિલ’ માર્યા પછી અમર થઇ શકાય છે,
આ દુનિયા એની સેજે છલક આપતી નથી.

– આદીલ મન્સૂરી

Advertisements

8 thoughts on “આપતી નથી

  1. વાહ ‘આદિલ’ સાહેબની કાબિલ-એ-દાદ ગઝલ

  2. સરસ ગઝલ.
    ‘આસ્વાદ’નું બદલાયેલું કલેવર પણ સરસ.
    ‘આસ્વાદ’ના દસમા વર્ષમાં પ્રવેશ પ્રસંગે સ્થાપક કવિમિત્રશ્રી પ્રવીણભાઈ શાહ અને સંવર્ધક કવિમિત્રશ્રી અશોકભાઈ જાની ‘આનંદ’ને દિનેશ દેસાઈના હૃદયપૂર્વક અભિનંદન.

  3. સઘળી દિશાઓ દૂરથી મંઝીલ બતાવતી,
    ત્યાં પહોચવાની કોઈ સડક આપતી નથી… ઉત્કૃષ્ટ ગઝલના નમૂના જેવી બેનમૂન ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s