વાત કરતા

જિંદગીભર કેટલા સંબંધ ટકતા ?
કાંધ દેવા ચાર જણ જ્યાં માંડ મળતા.

ટ્રેનની ગિરદી સમી છે જિંદગાની,
ખુદને સ્ટેશન એક ધક્કે સહુ ઉતરતા.

પીઠ પાછળ રહી પહેલાં આંસુ આપે,
એ દિલાસાનો જૂનો રૂમાલ ધરતા.

ક્યાંક સીધો, ક્યાંક આડો હોય નાતો,
લોક નવરા થઇ નકામી વાત કરતા.

પેટ ખાતર કોઈ, કોઈ ‘કીર્તિ’ માટે,
શ્વાસ લેતાં રોજ કેવી દોટ ભરતા.

– કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

5 thoughts on “વાત કરતા

 1. Very nice gazal..
  ટ્રેનની ગિરદી સમી છે જિંદગાની,
  ખુદને સ્ટેશન એક ધક્કે સહુ ઉતરતા.

 2. જિંદગીભર કેટલા સંબંધ ટકતા ?
  કાંધ દેવા ચાર જણ જ્યાં માંડ મળતા.
  સરસ રચના.
  સરયૂ પરીખ

 3. રોજિંદી યંત્રણાની સરસ ગઝલ.. !! દરેક શે’ર સરસ થયા છે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s