પારખાં

કેટલાં કરવાં અમારે રોજ વખનાં પારખાં !
કોઈ આવીને કરે પાછું પરખનાં પારખાં.

કોણ જાણે ક્યાં સુધી એ પ્હોંચશે-પ્હોંચાડશે,
આદર્યાં છે સાવ અડધેથી અલખના પારખાં.

આંગળીથી વેગળા એ ના રહે તો શું કરે !
રોજ કરતા હોઇએ જો આમ નખનાં પારખાં.

એ જ સઘળું આંગણે આવીને ઠલવી જાય છે,
એ જ આવીને કરે છે સખ ને દખનાં પારખાં.

ઓળખાયું કંઇ નહીં ને કંઇ જ પરખાયું નહીં,
બસ અહીં કરતા રહ્યા ચોર્યાસી લખનાં પારખાં.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

Advertisements

3 thoughts on “પારખાં

 1. વાહ સુંદર ગઝલ

  આંગળીથી વેગળા એ ના રહે તો શું કરે !
  રોજ કરતા હોઇએ જો આમ નખનાં પારખાં.

  બહુ સરસ

 2. કોણ જાણે ક્યાં સુધી એ પ્હોંચશે-પ્હોંચાડશે,
  આદર્યાં છે સાવ અડધેથી અલખના પારખાં… અનિશ્ચિતતાના પણ પરખા આ રીતે થઈ શકે છે.. !!

  સાંગોપાંગ સુંદર ગઝલ…. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s