આગિયો

દરદર અહીં ભટક્યા કરે છે આગિયો,
જીવ્યા કરે ; તરસ્યા કરે છે આગિયો.

સૂર્યે કદી તુચ્છકારથી જોયું પછી,
એકાંતમાં સળગ્યા કરે છે આગિયો !

મંઝિલ સુધી પહોંચી શકો અંધારમાં,
થઇ રાહબર ચમકયા કરે છે આગિયો.

રેશમ સમું સ્પર્શી ગયું હો શક્ય છે,
અમથો હવે મલક્યા કરે છે આગિયો.

એ આવશે પાછા ફરી એ વાયદે,
કાયમ અહીં ચમક્યા કરે છે આગિયો.

– સ્મિતા શાહ ‘મીરાં’

Advertisements

4 thoughts on “આગિયો

  1. સૂર્યે કદી તુચ્છકારથી જોયું પછી,
    એકાંતમાં સળગ્યા કરે છે આગિયો !.. વાહ !!

    સરસ ગઝલ… !!

  2. સામાન્યત: આગિયા રાત્રે ચમકે છે જયારે સૂર્ય
    હોતો નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s