દોડવાનો ક્યાં હતો!

સુર્ય પાછળ દોડવાનો ક્યાં હતો!
મારી આગળ એ થવાનો ક્યાં હતો!

માંગવા દોને સતત એની કને,
એ તરત કંઇ આપવાનો ક્યાં હતો!

પ્રશ્ન પાછળ ક્યારનો છૂટી ગયો,
શોધવા ઉત્તર જવાનો ક્યાં હતો!

આ સમય કાયમ રમે સઘળી રમત,
એટલે હું હારવાનો ક્યાં હતો!

જિંદગી સાથે લડી લેવું ‘નફસ’
મોતને હું તાગવાનો ક્યાં હતો!

– નરેન્દ્ર મકવાણા ‘નફસ’

Advertisements

3 thoughts on “દોડવાનો ક્યાં હતો!

  1. માંગવા દોને સતત એની કને,
    એ તરત કંઇ આપવાનો ક્યાં હતો!… સરસ ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s