મધ્યમાં છું !

હું હજુ પણ સત-અસતની મધ્યમાં છું !
જ્યાં હતો શક, એ જ શકની મધ્યમાં છું !

ખૂટે નહિ એવા હરખની મધ્યમાં છું !
આવનારી કોઈ તકની મધ્યમાં છું !

એક પણ શ્રોતા નથી મારી સભામાં,
જે ગમે છે એ જ દખની મધ્યમાં છું !

જ્યાં તરસ મારી ખરેખર તૃપ્ત થઈ છે
એક બે ગમતા સરસની મધ્યમાં છું !

જોવા ઇચ્છે કે ન ઇચ્છે તું, જવા દે,
હું હવે ઝીણા ફરકની મધ્યમાં છું !

અંત આવે છે છતાં પણ અંત છે ક્યાં?
હું ઘડી, દિવસ, વરસની મધ્યમાં છું !

– સૂર્યકાન્ત નરસિંહ ‘સૂર્ય’

Advertisements

6 thoughts on “મધ્યમાં છું !

 1. જ્યાં તરસ મારી ખરેખર તૃપ્ત થઈ છે
  એક બે ગમતા સરસની મધ્યમાં છું !…. દરેક સર્જકની તરસ જેવો સરસ શે’ર… !!

 2. હું હજુ પણ સત-અસતની મધ્યમાં છું !
  જ્યાં હતો શક, એ જ શકની મધ્યમાં છું !
  સરસ ગઝલ.

 3. જયા તરસ મારી ખરેખર તૃપ્ત થઈ છે
  એક બે ગમતા સરસની મધ્યમાં છું !

  રચના ગમી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s