આવ્યો છું

વાર્તા નહીં વાત લઇને આવ્યો છું,
વીછળેલી જાત લઇને આવ્યો છું.

ઘટ્ટ કાળી જિંદગીના નેપથ્યે,
સપ્તરંગી ભાત લઇને આવ્યો છું.

ધર્મ, ભાષા, જાત રાખો બાજુએ,
માણસોની નાત લઇને આવ્યો છું.

ઘેલછા છે રાતરાણીની ઘણી,
એટલે તો રાત લઇને આવ્યો છું.

છો રહ્યો પ્રત્યેક ડગલે  હું વિફળ,
સામટી તાકાત લઇને આવ્યો છું.

રતિલાલ સોલંકી

Advertisements

12 thoughts on “આવ્યો છું

  1. વાહ કવિ નખશિખ સુંદર ગઝલનો મને સ્પર્શી ગયેલ શૅર

    ધર્મ, ભાષા, જાત રાખો બાજુએ,
    માણસોની નાત લઇને આવ્યો છું.

    યે બાત !!!

  2. છો રહ્યો પ્રત્યેક ડગલે હું વિફળ,
    સામટી તાકાત લઇને આવ્યો છું…. વાહ.. !!

    આમ જ તાકાત સાથે આવે તે રતિલાલ મને ગમે… !!

  3. ધર્મ, ભાષા, જાત રાખો બાજુએ,
    માણસોની નાત લઇને આવ્યો છું.

    બહુ સરસ.

  4. મને તો પહેલેથી અંત સુધીના સુધીના બધા શેર ગમ્યા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s