થઈ જવું

આઝાદ થઈ જવું કે આપવાદ થઈ જવું;
તારા છે હાથમાં કે એકાદ થઈ જવું !

ચર્ચા કરીને થાક્યા સમજ્યું ના કોઈ પણ,
એકાન્તને જ ઓઢી તાદાદ થઈ જવું.

કાયાની ગાંસડીમાં શું શું ભર્યું હશે;
સઘળું ભૂલીને પ્યારે; આબાદ થઈ જવું.

ઝઘડા- ફસાદના સૌ મુદ્દા ફગાવીએ;
ભીતરથી કોઈ બોલે સંવાદ થઈ જવું!

આગળ ઉપર સરોવર મીઠું મળી જશે;
પ્યાસા હરણની નાભિ કે નાદ થઈ જવું !

– ગુણવંત ઉપાધ્યાય

નોંધ:-
ભાવનગરના આદરણીય કવિશ્રી ગુણવંત ઉપાધ્યાય હાલ અમદાવાદમા ICUમાં
તેમની બીમારીની સારવાર લઈ રહ્યા છે એમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય
અને ઈશ્વર તેમને દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના સાથે……

Advertisements

7 thoughts on “થઈ જવું

  1. બહુ સુંદર રચના.પ્રભુ કવિ ને દીર્ઘ આયુષ્ય બક્ષે એજ પરમપિતા ને પ્રાર્થના.

  2. બહુ સુંદર રચના.પ્રભુ કવિ ને દીર્ઘ આયુષ્ય બક્ષે એજ પ્રાર્થના.

  3. નખશિખ મજાની રચના.
    પ્રભુ કવિને દીર્ઘ આયુષ્ય બક્ષે એજ દિલથી પ્રાર્થના.

  4. સુંદર રચના.
    કાયાની ગાંસડીમાં શું શું ભર્યું હશે;
    સઘળું ભૂલીને પ્યારે; આબાદ થઈ જવું.
    ઈશ્વર કવિને દીર્ઘ આયુષ્ય બક્ષે એજ પ્રાર્થના.

  5. ઝઘડા- ફસાદના સૌ મુદ્દા ફગાવીએ;
    ભીતરથી કોઈ બોલે સંવાદ થઈ જવું!… વાહ કવિ !!

    ખૂબ સુંદર ગઝલ… અહીના મુશાયરામાં કવિની હાજરીની જરૂર છે ઈશ્વર તેમને દીર્ઘાયુ અર્પે… !!

  6. ઝઘડા- ફસાદના સૌ મુદ્દા ફગાવીએ,
    ભીતરથી કોઈ બોલે સંવાદ થઈ જવું !

    આગળ ઉપર સરોવર મીઠું મળી જશે;
    પ્યાસા હરણની નાભિ કે નાદ થઈ જવું !

    સુંદર અંદરથી/ અંતરથી પ્રગટેલી સાચી ફિલસૂફી. જલદીથી સાજા થઈ જાઓ એજ પરમ કૃપાળુ પરમાત્માને અરજ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s