નહી કહી શકું

જે માનતો નથી એ કદી નહી કહી શકું,
સાવ જ અમસ્તી લાગણીમાં નહી વહી શકું;

સહુનો મળે ન પ્રેમ તો એ ચાલશે મને,
સહુ અવગણે મને તો હું એ નહી સહી શકું;

આ થાય, આ ન થાય, આ કરાય, ના કરાય;
તમને ગમે એ રીતથી તો નહી રહી શકું!

સાચું જો કહેવા જઇશ તો માર્યો જઈશ, ને-
ખોટું મરી જઈશ છતાં નહી કહી શકું!

આ બસ ખુમારી છે જે ટકાવી રહી મને;
એના વિના હું ક્યાંય ટકી નહી રહી શકું.

– હિમલ પંડ્યા

Advertisements

5 thoughts on “નહી કહી શકું

 1. વાહ સુંદર ગઝલનો આ શૅર મને વધુ સ્પર્શી ગયો

  આ થાય, આ ન થાય, આ કરાય, ના કરાય;
  તમને ગમે એ રીતથી તો નહી રહી શકું!

  યે બાત !!!!

 2. સાચું જો કહેવા જઇશ તો માર્યો જઈશ, ને-
  ખોટું મરી જઈશ છતાં નહી કહી શકું!
  વાહ આનું નામ ખુમારી

 3. સહુનો મળે ન પ્રેમ તો એ ચાલશે મને,
  સહુ અવગણે મને તો હું એ નહી સહી શકું;… સરસ મજાની અભિવ્યક્તિ…

  સુંદર ગઝલ… !!

 4. વાહ! બહુ સરસ. સચોટ, સીધી અને સરળ અભિવ્યક્તિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s