કિસ્સો બની જઈશ

સચ્ચાઈ છું પણ કાલે એક કિસ્સો બની જઈશ;
નિષ્ફળતાનો ઈતિહાસ લઈ પાછો ફરી જઈશ.

આંખોમાં સૌની ખટકું છું ના ગમતું સત્ય છે ;
બાકી ગણતરી તો હતી દિલમાં વસી જઈશ.

છે મૌન મારું બંધ પત્તાની રમત સમાન;
આ ભોળપણ વાચાળ થાશે તો ખુલી જઈશ.

તૂફાન આપે છે ઝઝુમવાની મને શક્તિ ;
દરિયો હશે જો શાંત તો નકકી ડુબી જઈશ.

મારા વિનાના વિશ્વની હમણાંથી અટકળો ?
ચાલી રહી છે વાત હું જલ્દી ઊઠી જઈશ !

સત્કર્મ, આશિર્વાદ, ભક્તિ, પ્રાર્થના સબબ ;
શ્રધ્ધા હતી “નાશાદ” ને સાચું જીવી જઈશ.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements

5 thoughts on “કિસ્સો બની જઈશ

 1. વાહ,સુંદર ગઝલ
  મારા વિનાના…..ક્યા બાત

 2. તૂફાન આપે છે ઝઝુમવાની મને શક્તિ ;
  દરિયો હશે જો શાંત તો નકકી ડુબી જઈશ… વાહ ખુમારી… કવિની !!

  સુંદર ગઝલ… !!

 3. ખૂબ સશક્ત ગઝલ. આદિથી અંત સુધી દરેક શેર લાજવાબ. અભિનંદન .

 4. છે મૌન મારું બંધ પત્તાની રમત સમાન;
  આ ભોળપણ વાચાળ થાશે તો ખુલી જઈશ.

  નાશાદ સાહેબની ઉમદા ગઝલ. હંમેશ મુજબ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s