ડામચિયા પર

વરસોના વરસો દોડે છે ડામચિયા પર,
વીતી ગયેલી પળ બોલે છે ડામચિયા પર.

રાતે આંખોના ફળિયામાં લ્યો આળોટી,
શમણા ભેગા થઈ પોઢે છે ડામચિયા પર.

કાળ! સમયની ગોદડીઓને ઢાંકી રાખી,
જાણે બચપણને શોધે છે ડામચિયા પર.

સાફસફાઈ ક્યાં પૂરી થઈ આખા ઘરની?
એક હજી જાળું ડોલે છે ડામચિયા પર.

પોતપોતાની રીતે શૈયા થાય ભલેને,
સાથે કેવા સહુ શોભે છે ડામચિયા પર !

આ ઓશિકા ને ચાદર ત્યાં નવરા બેઠાં,
સંબંધોના પડ ખોલે છે ડામચિયા પર.

ઉજાગરાના ટોળેટોળાં જાગી જાગી,
પરંપરાઓને જોડે છે ડામચિયા પર.

– યામિની વ્યાસ

Advertisements

7 thoughts on “ડામચિયા પર

  1. સાફસફાઈ ક્યાં પૂરી થઈ આખા ઘરની?
    એક હજી જાળું ડોલે છે ડામચિયા પર.

    આ ઓશિકા ને ચાદર ત્યાં નવરા બેઠાં,
    સંબંધોના પડ ખોલે છે ડામચિયા પર.

    સરસ રદીફ સાથે સુંદર ગઝલ, વિષયના નાવીન્ય સાથે.

  2. બહુ સુંદર ગઝલ.મઝાની રદીફ.

    પોતપોતાની રીતે શૈયા થાય ભલેને,
    સાથે કેવાં સહુ શોભે છે ડામચિયા પર.

    ભૈ વાહ…..

  3. વિવિધ કલ્પાનોથી સભર ખૂબ સુંદર ગઝલ… !!

    ડામચિયા જેવી નિર્જીવ વસ્તુને અલગ અલગ વિભાવના સાથે જોડી
    જીવન્ત બનાવી દીધી ગઝલ ને … !!

  4. એક હજી જાળું ડોલે છે ડામચિયા પર…..
    wah… khub maza ni gazal… nice work on new Radeef…
    abhinandan, kavi….

  5. ડામચિયા પર ગઝલ ? વાહ, યામિનીબેન, સરસ રચના,મઝાના શે’ર. અભિનંદન બેન.

  6. વાહ નખશિખ સુંદર ગઝલ

    સજીવારોપણ અલંકારનો સરસ ઉપયોગ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s