અંધાર છે

તેજ નહિ, અંધાર છે,
કોણ સર્જનહાર છે?

કેટલો પડકાર છે,
શ્વાસનો પણ ભાર છે.

ચલ, સમેટી લે બધું,
કોણ બોલ્યું: વાર છે?

એ જ વેચે મિત્રતા,
જેમનો વેપાર છે.

રોજ પૂછે ઘર મને,
કોઈ ખુલ્લું દ્વાર છે?

ક્યાં ખુશામત આવડી,
દોસ્ત! સમજણ બ્હાર છે.

હું પડીને જોઉં છું,
કોણ ઊંચકનાર છે?

– સુનીલ શાહ

Advertisements

5 thoughts on “અંધાર છે

 1. ટૂંકી બહેર લોભામણી છે.
  નીચેના શેરમાં નાવીન્ય છે:

  એ જ વેચે મિત્રતા,
  જેમનો વેપાર છે.

 2. ચલ, સમેટી લે બધું,
  કોણ બોલ્યું: વાર છે?.. બસ આમાં જ અટવાઈ જવાય છે… !!

  આખી ગઝલ સુંદર થઈ છે, ટૂંકી બહારમાં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s