ક્યાં ખૂટે ?

આજ લીલું ઘાસ પાડોશી ખૂંટે,
ઢોર મનદુઃખ પેટનું ખીલે કૂટે.

હું વિદ્યાર્થી, હું જ મારો શિક્ષક, ને
રોજ ભણતર ભીતરે તો ક્યાં ખૂટે ?

એક અનુભવની ગઠરિયાં બાંધું ત્યાં,
ગાંઠ એની એકએક સામે છૂટે.

ઘા કરી ગઈ કારમો નજરો, સાકી!
એ દિવસથી જામ એક રોજે તૂટે.

સંપની કુંપળ ઉગાડી’તી ભૂલ્યાં,
‘કીર્તિ’ની સામે હવે સૌ એક્જૂટે.

– કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

5 thoughts on “ક્યાં ખૂટે ?

 1. સરસ મજાની અભિવ્યક્તિ…
  સંપની કુંપળ ઉગાડી’તી ભૂલ્યાં,
  ‘કીર્તિ’ની સામે હવે સૌ એક્જૂટે.
  સુંદર ગઝલ!

 2. દરેક શે’ર નવીન અભિવ્યક્તિ લઈને આવ્યા છે…

  સરસ ગઝલ… !!

 3. હું વિદ્યાર્થી, હું જ મારો શિક્ષક, ને
  રોજ ભણતર ભીતરે તો કયાં ખૂટે ?

  ગઝલમાં નાવીન્ય આંખે ચડે એવું છે. અભિનંદન.

 4. ઘા કરી ગઈ કારમો નજરો, સાકી!
  એ દિવસથી જામ એક રોજે તૂટે.
  સંપની કુંપળ ઉગાડી’તી ભૂલ્યાં,
  ‘કીર્તિ’ની સામે હવે સૌ એક્જૂટે….. વાહ..
  નાવિન્ય સભર અભિવ્યક્તિ દરેક શેરમાં જોવા મળે છે.
  અભિનંદન….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s