રમકડાં રાખના છઇઅે

હવામાં અોગળી જઇઅે, હકીકતમાં રમકડાં રાખના છઇઅે;
કદી ભડભડ બળી જઇઅે, હકીકતમાં રમકડાં રાખના છઇઅે.

તમારા ઘરના દરવાજે કદી ચિઠ્ઠી લખીને મોત ના આવે;
ગમે ત્યારે ટળી જઇઅે, હકીકતમાં રમકડાં રાખના છઇઅે.

ઘણા મેલા અને જુનાં થયેલા જિંદગીના વસ્રની માફક ;
ગમે ત્યારે જળી જઇઅે, હકીકતમાં રમકડાં રાખના છઇઅે.

ભલેને રાહ બતલાવ્યો સનાતન સત્યનો લાખો-હજારોને;
કદી ખુદને છળી જઇઅે, હકીકતમાં રમકડાં રાખના છઇઅે.

સલામત જાતને વરસો સુધી રાખી શકે ના કોઇ પણ માણસ;
અચાનક ખળભળી જઇઅે, હકીકતમાં રમકડાં રાખના છઇઅે.

– જિજ્ઞેશ વાળા

Advertisements

5 thoughts on “રમકડાં રાખના છઇઅે

  1. જે સત્ય છે, હકીકત છે જે બધા માટે છે જ તે સત્યની દરેક શેર મા સુંદર રીતે કહી છે. મૃત્યુ વિશેની સરસ મુસલસલ ગઝલ.

  2. રદીફમાં ‘રાખનાં રમકડાં…’ અવિનાશ વ્યાસનું ગીત યાદ આવી ગયું.

  3. મજાની રદ્દીફમાં નખશિખ સ-રસ ગઝલ

  4. સલામત જાતને વરસો સુધી રાખી શકે ના કોઇ પણ માણસ;
    અચાનક ખળભળી જઇઅે, હકીકતમાં રમકડાં રાખના છઇઅે… અનિશ્ચિતતા જીવનમાં ડગલે અને પગલે વેરાયેલી છે એ યાદ અપાવતી ગઝલ.. !!

    હઝ્ઝ્માં એક આવર્તન વધારે પણ કઠતું નથી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s