વરસાદી નથી

આદેશો, નીતિનાં બંધન, ક્યાંયે આઝાદી નથી ;
સત્ય છે ખામોશ આજે , શબ્દ સંવાદી નથી.

ધૈર્યની આ છે કસોટી કે સમયનો ત્રાસ છે ?
હોય બરબાદી ને કહેવાનું કે બરબાદી નથી !

ઘાવ વરસોથી ઝીલીને પણ અડીખમ છે હજી ;
છાતી છો નબળી પડી પણ પીઠ તકલાદી નથી.

થાક નિષ્ફળતાનો છે બસ જાગરણનાં મૂળમાં;
ક્યાં ય શહઝાદો નથી ને ક્યાં યે શહઝાદી નથી.

કોઈ પૂછે કે સફર કેવી રહી તો કહેવું શું ?
ઠોકરો ક્યાં ક્યાં મળી છે એની કંઈ યાદી નથી.

સાંભળ્યું “નાશાદ” હૈયું નભનું પણ દ્રવી ઉઠ્યું !
આંખ મારી એકલી કંઈ આજે વરસાદી નથી.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements

4 thoughts on “વરસાદી નથી

  1. સાંભળ્યું “નાશાદ” હૈયું નભનું પણ દ્રવી ઉઠ્યું !…. wah… Nashad sahib….

  2. દરેક શૅર માણવાલાયક

    નખશિખ મજાની ગઝલ

  3. ઘાવ વરસોથી ઝીલીને પણ અડીખમ છે હજી ;
    છાતી છો નબળી પડી પણ પીઠ તકલાદી નથી… આ ખુમારી જ કવિને જીવતો રાખે છે

    ખૂબ સુંદર ગઝલ.. !!

  4. બહુ મઝાની ગઝલ.કાફિયા બહુ ગમ્યા.
    ઘાવ વરસોથી…….વાહ નાશાદ સાહેબ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s